રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ-૨૦૨૨-૨૩ (NCSC-2022)સ્પર્ધા…
ગુજરાત કાઉન્સિલ ઓન વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી (વિજ્ઞાન અને પ્રાધ્યોગીકી વિભાગ ગુજરાત સરકાર) દ્વારા (રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ-૨૦૨૨ NCSC-2022 NCSTC DST. GOVT.OF INDIA ) રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદનું ગુજરાત રાજ્યનું સંચાલન કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગર. દ્વારા શિક્ષકોને તાલીમ/વર્કશોપ, વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન, માર્ગદર્શન કેમ્પ, જિલ્લા કક્ષાની પ્રોજેક્ટ રજુઆત અને આનુસંગિક કાર્યક્રમ નું આયોજન કરશે. રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ રાજ્ય,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ ગામડા/શહેરના વિદ્યાર્થીઓને પૂરું પાડતો એક માત્ર ભારત સરકાર નો પ્રોજેક્ટ છે,તેમાં ૧૦ થી ૧૭ વર્ષની ઉમરના જ બાળક પોતાની આજુબાજુ ઉદભવતી સમસ્યાને ઓળખે,તેનું નિરાકરણ લાવતો થાય અને આ લઘુ સંશોધન આગળ સમાજને ઉપયોગી બને તે આ પ્રોજેક્ટનો હેતુ છે.
વર્ષ ૨૦૨૨ નો મુખ્ય વિષય: આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસીસ્ટમ ની સમજણ (Understanding Ecosystem For Health And Well-Being) આ મુખ્ય વિષય ને ધ્યાનમાં રાખી પાંચ પેટા વિષયો જેમાં:
૧. તમારી ઇકો સિસ્ટમને જાણો (Know your ecosystem)
૨. આરોગ્ય, પોષણ અને સુખાકારીને પ્રોત્સાહન (Fostering health, nutrition and well-being)
૩.ઇકોસીસ્ટમ અને આરોગ્ય માટે સામાજિક અને સાંસ્કૃતિક પ્રથાઓ (Social and cultural practices for ecosystem and health)
૪. સ્વ-નિર્ભરતા માટે ઈકોસિસ્ટમ આધારિત અભિગમ (Ecosystem based approach (EBA) for self-reliance)
૫. ઇકોસીસ્ટમ અને આરોગ્ય માટે તકનીકી નવીનીકરણ (Technological innovation for ecosystem and health)
આ કાર્યક્રમમાં ભાગ લેવા તથા પ્રોજેક્ટ માર્ગદર્શન માટે તેમજ વધુ માહિતી માટે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, બ્લોક નંબર:૬૧/૧,ઘ-ટાઈપ,સેક્ટર-૨૩,ગાંધીનગર.૩૮૨૦૨૪. અથવા મોબાઈલ નંબર-9426635215 પર સંપર્ક કરવો.
Download Resources :
આરોગ્ય , પોષણ અને સુખાકારીને પ્રોત્સાહન
રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ માં ભાગ લેવા માટે તથા ભાગ લીધેલ હોય તેવા પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન