ઇકો ફ્રેન્ડલી હોળી અને ધુળેટીની ઉજવણી પર વેબિનાર

રંગ અને ઉમંગનો તહેવાર હોળી – ધૂળેટી સમગ્ર દેશમાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. નિસર્ગ સાયંસ સેન્ટર દ્વારા ઇકો ફ્રેન્ડલી હોળી અને ધુળેટીની ઉજવણી પર વેબિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ લોકો ઉજવણીની સાથે પોતાનો અને પર્યાવરણ નો રક્ષણ કરે તેવો હતો. નિસર્ગ સાયંસ સેન્ટરના મેનેજીંગ ટ્રસ્ટી ડો.અનીલ પટેલ દ્વારા જોડાયેલ સૌ મિત્રોને તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હોળી નો તહેવાર ઉજવવા પાછળ પણ કેટલુક વિજ્ઞાન અને આરોગ્ય સુખાકારી રહેલી છે. તેમજ તેની કેટલીક જૂની વાતો પણ જણાવી હતી. અને ધ્યાનપૂર્વક કોઈને નુકશાન ન પહોચે તે રીતે હોળી અને ધૂળેટી ના તહેવાર માનવાની વાત કરી હતી.