બાલ વિજ્ઞાન પરિષદ માટે શિક્ષક તાલીમ-૨૦૨૨

ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા 1993 થી childran science congress ( બાલ વૈજ્ઞાનિક પરિષદ) દર વર્ષે યોજાય છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) ના સહયોગથી ગુજરાતના તમામ જિલ્લામાં આ કાર્યક્રમ હાથ ધરાય છે.
વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારની સ્થાનિક પરિસ્થિતિઓનો અભ્યાસ કરીને પ્રોજેકટ રજૂ કરતાં હોય છે. બાળકોમાં નાનપણથી સંશોધનવૃત્તિના ગુણ વિકસે તે આ કાર્યક્રમનો હેતુ છે.
આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ શાળાઓ ભાગ લે તેવો શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર તમામ શાળાઓએ થયેલ છે.
બાલ વિજ્ઞાન પરિષદના વિષયોની સમજ માટે તથા કેવા પ્રોજેકટ બાળકોને કરાવી શકાય તે અંગે માર્ગદર્શન માટે તા:18/7/2022 ને સોમવારના રોજ સવારે 10:00 થી સાંજે 4:00 કલાક શિક્ષક તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમમાં દરેક શાળામાંથી ધોરણ 5 થી 8 માં વિજ્ઞાન/ ગણિત ભણાવતા શિક્ષક આ તાલીમમાં જોડાય તે અપેક્ષિત છે.
સ્થળ: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,(DITE), GCERT કૅમ્પસ, સેકટર:૧૨, ગાંધીનગર
વધુ વિગત માટે સંપર્ક કરો…
નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સેકટર:23, ગાંધીનગર
ફોન:9426635215