નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વરા “૨૮ ફેબ્રુઆરી -૨૨ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ” ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે.

ભારતના મહાન વૈજ્ઞાનિક ડો.સી.વી.રામને કરેલા રામન કિરણોની શોધને કારણે આ દિવસે તેમને સર્વોચ્ચ સન્માન નોબલ પારિતોષિક મળ્યું હતું ત્યારથી ૨૮ ફેબ્રુઆરી નો દિવસ – રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ધ્વારા આ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ફેબ્રુઆરી માસમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસની ઉજવણી વિવિધ થીમ આધારિત કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણીનો વિષય ‘Integrated Approach in S&T for Sustainable Future’ રાખવામાં આવ્યો છે. આ વિષયને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવશે.

નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા આ દિવસની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થીઓને ડો.સી.વી. રામને કરેલી શોધો આપી જીવન ઝરમર ,ડો રામને શોધેલા રામના કિરણો ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે દુનિયાને કેટલા ઉપયોગી નીવડ્યા તેની પણ સમજ જુદા જુદા લક્ષિતજૂથો ને ધ્યાનમાં રાખીને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પુરા ફેબ્રુઆરી માસ દરમિયાન કરવામાં આવશે.