નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ગાંધીનગર જિલ્લાની “ ૨૮મી રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ-૨૦૨૦ ” સ્પર્ધા યોજાઈ.

ભારત સરકાર નાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હસ્તક નાં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એંન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન કાયૅક્રમ અંતગૅત દર વર્ષૅ “રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ સ્પર્ધા નું આયોજન સમ્રગ દેશમાં કરવામાં આવે છે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિધ્યાર્થીઓમાં નાનપણથીજ વિજ્ઞાન પ્રત્યે રસ-રૂચી કેળવાય અને તેમાનામાં વૈજ્ઞાનિક સંશોધન વ્રુતિ વિકસે તેવા નવીનત્તમ વિચારોનો ઉદ્દભવ થાય તે છે. ગુજરાત માં આ સ્પર્ધાનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી,ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.

ગાંધીનગર જીલ્લામાં આ સ્પર્ધાનું આયોજન નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું . ગાંધીનગર જીલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ સ્પર્ધાના કાર્યક્રમ નું આયોજન તા. ૧૫/૧૨/૨૦૨૦ ના રોજ ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના મુખ્ય મહેમાન અને નિર્ણાયક તરીકે શ્રી નરેશભાઈ ઠાકર, પૂર્વ,પી.આર.ઓ.,જી.પી.સી.બી.ગાંધીનગર.,શ્રી વસંતભાઈ પટેલ,નિવૃત ઉપ સચિવ, શ્રી ચંદુભાઈ પટેલ,નિવૃત વિજ્ઞાન શિક્ષક અને ડો.અનીલ પટેલ,મેનેજીંગ ટ્રસ્ટી, નિસર્ગ સાયંસ સેન્ટર ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ડો.અનીલ પટેલે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ ના નિયમો અને વિવિધ વિષયો આધારિત પ્રોજેક્ટ કઈ રીતે રજુ કરવા તેની ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. શ્રી નરેશ ઠાકર દ્વારા વિદ્યાર્થીઓને તેમને કરેલા સંસોધનની માહિતીને સચોટ રીતે રજુ કરી શકાય તેની ચર્ચા કરી હતી. અને મુખ્ય વિષય અને તેના પેટા વિષયો અંગે પણ વાત કરી હતી.

આ સ્પર્ધાનો મુખ્ય વિષય નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન રાખવામાં આવ્યો છે અને તેના પાંચ પેટા વિષયો આધારિત પ્રોજેક્ટો વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. ગાંધીનગરની જુદી-જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ૩૩ જેટલા પ્રોજેક્ટો વિદ્યાર્થીઓ દ્વારા ખુબજ સરસ રીતે રજુ કરવામાં આવ્યા હતા.જેમાંથી ગાંધીનગર જીલ્લાના બેસ્ટ ૫ પ્રોજેક્ટો રાજ્યકક્ષા માટે પસંદગી કરવામાં આવશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રમાણપત્રો આપવામાં આવશે.

રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ 4 સ્ટેપમાં ફોર્મ ભરો.

Step 1 of 4

વર્ષ-2020 ની મુખ્ય થીમ નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન એવો રાખવામાં આવેલ છે. જેના પેટા વિષય નીચે પ્રમાણે છે.

પેટા વિષય
૧. ટકાઉ જીવન જીવવા માટે ઇકોસિસ્ટમ
૨. ટકાઉ જીવન માટે યોગ્ય તકનીકી
૩. ટકાઉ જીવન માટે સામાજિક નવીનતા
૪. ટકાઉ જીવનનિર્વાહ માટે આલેખન, વિકાસ, નમૂના અને આયોજન
૫. ટકાઉ જીવનનિર્વાહ માટે પરંપરાગત જ્ઞાન પ્રણાલી અપનાવવી