ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે “ગુજરાત સ્ટેમ ક્વીઝ” નું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર,ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન,ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે જ્ઞાનમાં વધારો થાય તેવા આશયથી સમગ્ર ગુજરાતના ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા બાળકો માટે સ્ટેમ સાયન્સ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ કવીઝ સ્પર્ધા આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધા સૌપ્રથમ ઓનલાઈન માધ્યમથી જિલ્લા અને રાજ્ય લેવલે અને ત્યારબાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ગુજરાત સાયન્સ સિટી ખાતે ગ્રાન્ડ ફિનાલે યોજાશે. ક્વીઝની ભાષા ગુજરાતી અને અંગ્રેજીમાં હશે.આ ક્વીઝમાં કોઈપણ બોર્ડ અથવા માધ્યમના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. રજીસ્ટ્રેશ માટે કોઈ પણ ફી રાખવામાં આવેલ નથી. આ સ્પર્ધામાં ટોચના બે હજાર વિદ્યાર્થીઓને ગુજરાત સાયન્સ સિટી ખાતે નિશુલ્ક ટુર કરાવવામાં આવશે અને વિજેતા વિદ્યાર્થીઓને કરોડોના ઈનામ આપવામાં આવશે.તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઈ-સર્ટીફીકેટ આપવામાં આવશે. સ્પર્ધામાં એક શાળામાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ક્વીઝમાં ભાગ લેવા માટે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

રજીસ્ટ્રેશન તારીખ ૩૧/ ૦૧/ ૨૦૨૨ પહેલા આ લીંક. https://gujcost.co.in/ પર ઓનલાઈન કરવાનું રહેશે. ગાંધીનગર જિલ્લામાંથી રસ ધરાવનાર શાળાઓ કે વિદ્યાર્થીઓ આ ક્વિઝ વિશે વધુ માહિતી મેળવવા માટે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર,ગાંધીનગર ના સંયોજક હાર્દિકભાઈ, મો.નં-૯૪૨૬૪૫૧૧૦૨ અથવા શિવાંગભાઈ, મો.નં-૯૦૯૯૩૮૨૯૩૬ પર સંપર્ક કરી શકશે.