નિસર્ગ કોમ્યુનિટ સાયન્સ સેન્ટર ધ્વારા ” ૫ – જુન વિશ્વ પર્યાવરણ દિવસ “ ની ઉજવણી નિમિતે ચિત્ર સ્પર્ધા અને ઈ-વેસ્ટ કલેક્શન કાર્યક્રમ યોજાશે.

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગ,ગુજરાત સરકાર પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ધ્વારા વર્ષ દરમિયાન વિજ્ઞાન લક્ષી અને પર્યાવરણીય દિવસોની ઉજવણી કરવામાં આવે છે. ૫ મી જુન સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ ના ૧૪૩ થી વધુ દેશો આ દિવસે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરીને પર્યાવરણ બચાવવા લોક્જાગૃતિ કાર્યક્રમો નું આયોજન કરતા હોય છે. પર્યાવરણ નું પ્રદુષણ એ વિશ્વ ની સૌથી મોટી સમસ્યા છે. પર્યાવરણ ના પ્રદુષણ ને કારણે વધતી જતી ગરમી, કલાયમેટ ચેન્જ અને ગ્લોબલ વાર્મિંગ જેવી સમસ્યાઓ નો સામનો આપણે કરી રહ્યા છીએ.દર વરસે આ દિવસ ની ઉજવણી વિવિધ થીમ આધારિત કરવામાં આવે છે. આ વર્ષ ની થીમ only one earth રાખવામાં આવી છે .આ થીમ આધારિત કાર્યક્રમો યોજાશે. નીસર્ગ સાયંસ સેન્ટર ધ્વારા પણ દર વર્ષે આ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે નીસર્ગ સાયંસ સેન્ટર અને ઈ- કોલિ વેસ્ટ મેનેજમેન્ટ કંપની,અમદાવાદ ના સયુક્ત ઉપક્રમે આ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા અને ઈ-વેસ્ટ કલેક્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. ચિત્ર સ્પર્ધા તા. ૫/૬/૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ કલાક દરમિયાન નિસર્ગ સાયન્સ સેન્ટર,૬૧/૧, ઘ-ટાઈપ,સેક્ટર-૨૩ ખાતે યોજાશે.આ સ્પર્ધા માટે ધોરણ- ૫ થી ધોરણ- ૭ ના વિદ્યાર્થીઓ માટે એ- ગ્રુપ અને ધોરણ -૮ થી ધોરણ- ૧૦ ના વિદ્યાર્થીઓ માટે બી- ગ્રુપ એમ બે વિભાગ રાખવામાં આવ્યા છે. ચિત્ર સ્પર્થાનો વિષય “ પર્યાવરણ ની સુરક્ષા એજ આપણ જીવંત ગ્રહ ની સુરક્ષા “ રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ એ ચિત્ર દોરવા માટે જરૂરી પેન્સીલ,રબર ,વિવધ રંગો, પેડ ઘેર થી લાવવાનું રહેશે. ચિત્ર માટેની ડ્રોઈંગ શીટ અહીંથી આપવામાં આવશે. બંને વિભાગ ના વિજેતા વિદ્યાર્થીઓ ને ઇનામ તેમજ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ સર્ટીફીકેટ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓને આ સ્પર્ધમાં ભાગ લેવો હોય તેમણે whatsapp ન ૯૪૨૬૬૩૫૨૧૫ માં પોતાનું નામ અને ધોરણ લખી મેસેજ કરવો.
આ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે તા. ૪/૬/૨૦૨૨ થી ૭/૬/૨૦૨૨ સુધી ઈ-વેસ્ટ ના નિકાલ માટે અધિકૃત રીસાયકલર ઈ-કોલી વેસ્ટ મેનેજમેન્ટ,અમદાવાદના સહયોગથી સવારે ૦૯ :૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી નિસર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર, બ્લોક નંબર-૬૧/૧,ઘ-ટાઈપ,સેક્ટર-૨૩,લગ્નવાડી ની બાજુમાં, ગાંધીનગર ખાતે ઈ-વેસ્ટ સ્વીકારવામાં આવશે. આપણા રોજીંદા વપરાશમાં બિનઉપયોગી થયેલ અનેક ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી કે બલ્બ, સીએફએલ, એલઇડી, લૅમ્પ્સ, ટયૂબ લાઇટ, ટેલિવિઝન, રેફ્રિજરેટર, વૉશિંગ મશીન, એર કન્ડિશનર, કૉપીઇંગ મશીન, ઇલેક્ટ્રોનિક્સ ટાઇપરાઇટર, ટેલેક્ષ-ફૅક્સ મશીન, પ્લેઇન–કોર્ડલેસ ટેલિફોન, સેલ્યૂલર ફોન, આન્સરિંગ મશીન, પ્રિન્ટર કાર્ટીઝ વગેરે ઈ-વેસ્ટ છે. કંપની દ્વારા સરકારી ધારા ધોરણ મુજબ ઈ-વેસ્ટ માટે વળતર અને પહોચ પણ આપવામાં આવશે તેમજ પર્યાવરણ ને બચાવવા માટે તેમજ ભવિષ્ય માં ઓક્ષિજન ની અછત ઉભી ન થાય તે માટે એક છોડ પણ આપવામાં આવશે. ગાંધીનગર ના પર્યાવરણ પ્રેમી નાગરિકો ને આ તક નો લાભ લેવા માટે નિસર્ગ સાયંસ સેન્ટર અને ઈ-કોલી વેસ્ટ મેનેજમેન્ટ આમંત્રણ પાઠવે છે.