ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,પ્રાદેશિક કચેરી,ગાંધીનગર. ઈ-કોલી વેસ્ટ પ્રાઇવેટ લીમીટેડ,અમદાવાદ.અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, પ્રેરિત નિસર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર,ગાંધીનગર તથા ગાંધીનગરની જાગૃત સંસ્થાઓના સહયોગથી ઈ-વેસ્ટ કલેક્શન અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે.
આપણા રોજીંદા વપરાશમાં બિનઉપયોગી થયેલ અનેક ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી કે બલ્બ, સીએફએલ, એલઇડી, લૅમ્પ્સ, ટયૂબ લાઇટ, ટેલિવિઝન, રેફ્રિજરેટર, વૉશિંગ મશીન, એર કન્ડિશનર, કૉપીઇંગ મશીન, ઇલેક્ટ્રોનિક્સ ટાઇપરાઇટર, ટેલેક્ષ-ફૅક્સ મશીન, પ્લેઇન–કોર્ડલેસ ટેલિફોન, સેલ્યૂલર ફોન, આન્સરિંગ મશીન, પ્રિન્ટર કાર્ટીઝ વગેરે ઈ-વેસ્ટ છે. દિવાળી દરમિયાન ઘર અને ઓફિસની સફાઈ દરમિયાન આવો વેસ્ટ નીકળતો હોય છે. નજીવી રકમ માટે આપણે આવો વેસ્ટ ફેરિયાઓને આપી દઈએ છીએ. આ લોકો તેમને ઉપયોગી હોય તેવી ચીજ વસ્તુઓ કાઢી લઇ બાકીનો કાટમાળ ગમેત્યાં ફેકીદઈ પ્રદુષણ કરતા હોય છે.
ઘરમાંથી નીકળતા આ ઈ-વેસ્ટમાં ઘણી હેવી મેટલ્સ અને રસાયણો હોય છે જે જોખમી અને નુકશાનકારક હોય છે. તેથી આ ઈ-વેસ્ટનું યોગ્ય રીતે વ્યવસ્થાપન થવું જોઈએ. ઈ-વેસ્ટ કલેક્શન અભિયાન દરમિયાન એકત્રિત થયેલ સામાન સરકાર માન્ય રીસાયકલર ધ્વારા જ તેનો યોગ્ય નિકાલ થાય છે. ગાંધીનગરના પર્યાવરણની જાળવણી માટે ગાંધીનગરના નાગરિકોને આ અભિયાનમાં જોડાવવા નમ્ર અપીલ છે.
તારીખ. ૧૪/૧૦/૨૦૨૨ થી ૨૨/૧૦/૨૦૨૨ ના રોજ સમય સવારે ૧૦:૩૦ થી સાંજના ૪:૩૦ વાગ્યા સુધી નિસર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર, બ્લોક નંબર-૬૧/૧,ઘ-ટાઈપ,સેક્ટર-૨૩,લગ્નવાડી ની બાજુમાં, ગાંધીનગર ખાતે ઈ-વેસ્ટ સ્વીકારવામાં આવશે.અને જમા કરાવેલ ઈ-વેસ્ટનું નિયમ મુજબ ટોકન વળતર તથા પહોચ પણ આપવામાં આવશે.
આ અભિયાનમાં ગાંધીનગરની જાણીતી સંસ્થાઓ જેવી કે ગાંધીનગર સમાચાર,ગાંધીનગર શહેર વસાહત મહામંડળ, નેચર ફર્સ્ટ,ગાંધીનગર. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના,રેડ ક્રોસ સોસાયટી,ગાંધીનગર.આત્મન ફાઉન્ડેશન ગાંધીનગર,જ્યોતિ મહિલા મંડળ,ગાંધીનગર,રોટરી ક્લબ ઓફ કેપિટલ,ગાંધીનગર,J.S.G-સંગીની ફોરમ,ગાંધીનગર, ઉમિયા માતાજી સંસ્થાન,ગાંધીનગર, સૌરાષ્ટ્ર કરછ સેવા સમાજ,ગાંધીનગર. ગાંધીનગરમાં સેવારત અન્ય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાય તે માટે નમ્ર અપીલ કરવામાં આવે છે.
વધુ વિગત માટે સંપર્ક: યશ બોરીશા- 90999 24081, શિવાંગ પટેલ- 9099382936, ટોલ ફ્રી. નં. 1800 833 1090