ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત ,નિસર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર,ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓ માટે વૈજ્ઞાનિકોના ચરિત્ર ને અનુરૂપ વેશ-પરિધાન વિડીઓ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બાળકો જુદા-જુદા વૈજ્ઞાનિકોના પહેરવેશ સાથે તે જે વૈજ્ઞાનિક બનેલ હોય તેની જીવનગાથા રજૂ કરશે.

ભાગ લેવા માટેની યોગ્યતા- ( કેટેગરી-૧, ધોરણ -૫ થી ૭) , ( કેટેગરી-૨, ધોરણ -૮ થી ૧૦)
તારીખ ૭ ઑગસ્ટ થી ૧૨ ઑગસ્ટ સુધી નીચે આપેલા Mobile no. પર video મોકલી શકશો
WHATSAPP NO- 9426635215
સ્પર્ધકે વીડિઓ ની સાથે પોતાનું પૂરું નામ, શહેરનું નામ, ધોરણ,મોબાઈલ નંબર અવશ્ય મોકલવાનો રહેશે.

સ્પર્ધક દ્વારા વિડીઓ રજૂઆત ની સમય મર્યાદા ૨ મિનિટ થી ૩ મિનિટ ની રહેશે.

રજૂઆત પૂર્વે સ્પર્ધકે પોતાનું નામ, ધોરણ, શહેર તથા પોતે પસંદ કરેલ વૈજ્ઞાનિક નું નામ રજુ કરવું ફરજિયાત છે.

પસંદ કરેલ વૈજ્ઞાનિક ને અનુરૂપ વેશ-પરિધાન હોવું આવશ્યક છે.
વૈજ્ઞાનિકની વેશભૂષા,વિષય વસ્તુ, રજૂઆત કરવાની રીત, ને ધ્યાનમાં રાખીને વિજેતા જાહેર કરવામાં આવશે

સ્પર્ધક પોતાની રજૂઆત ગુજરાતી,હિન્દી,અંગ્રેજી ભાષામાં કરી શકશે.

વિજેતાઓ ની યાદી તારીખ ૧૬ ઑગસ્ટ ના રોજ જાહેર કરવામાં આવશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ડીજીટલ પ્રમાણપત્ર તથા બંને કેટેગરીમાં બેસ્ટ રજૂઆત કરનાર પ્રથમ ત્રણ બાલ વૈજ્ઞાનિકોને ૫૦૦/-,૩૦૦/,૨૦૦/- રૂ! રોકડ ઇનામ આપવામાં આવશે.