ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર અને નિસર્ગ સાયન્સ સેન્ટર ગાંધીનગર ના ઉપક્રમે મહિલાઓ માટે વિમેન્સ સાયન્સ ક્લબ ની શરૂઆત કરવામાં આવી છે આજરોજ આ ક્લબનું વિધિવત ઉદ્ઘાટન ગાંધીનગરના સન્માનનીય મહિલા ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ ક્યુૅ આ પ્રસંગે કાઉન્સિલર શ્રી હેમા ભટ્ટ, લાયન્સ ક્લબ ફેમિનાના મમતા રાવલ, આત્મન ફાઉન્ડેશનના પ્રજ્ઞા પટેલ, મહિલા જ્યોતિ મંડળના ચેતના બૂચ, જાયન્ટ ક્લબના ગાયત્રી પટેલ વગેરે અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહ્યા અને બહેનોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર શ્રી અનિલભાઈ પટેલે આ ક્લબનો ઉદ્દેશ તથા આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.
આ ક્લબના સંયોજક તરીકે મીતા ભટ્ટ અને સહસંયોજક તરીકે દીપિકા વાઘેલાએ મહેમાનોનું સ્વાગત અને આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શીવાંગ પટેલ, હાર્દિક ભટ્ટ, હાર્દિક મકવાણાએ કર્યું હતું.