ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર દ્વારા શરૂ કરવામાં આવેલ મહિલાઓ માટેની સાયન્સ ક્લબ માટે આજે ખોરાકમાં થતી ભેળસેળ અંગે જાગૃતિ કેળવવા અને ખોરાકમાં થતી ભેળસેળની ચકાસણી કઈ રીતે કરવી તે અંગે નિદર્શન અને પ્રેક્ટીકલ સાથેનો કાર્યક્રમ આજરોજ નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે યોજાયો.
કમિશનર ઓફ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં આ વિભાગના અધિકારી શ્રી.કે .આર પટેલ સાહેબે ખૂબ જ સુંદર રીતે વિભાગની માહિતી આપી સાથે સાથે ભેળસેળના સંદર્ભમાં બજારમાંથી કોઈ પણ વસ્તુ ખરીદીએ ત્યારે શું કાળજી રાખવી તેના વિશે વિગતે ચર્ચા કરી.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉપસ્થિત પારુલબેન ઠક્કરે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય છે તેની સુંદર માહિતી આપી. જાણીતા સમાજસેવી અને કુકિંગ એક્સપર્ટ પરમજીત કૌર છાબડાએ ઘરમાં બનાવવામાં આવતી વિવિધ રસોઈમાં તેનું પોષક મૂલ્ય જળવાઈ રહે અને આપણા આરોગ્ય અને સુખાકારી માટે રસોઈ બનાવવામાં કેવી કેવી કાળજી રાખવી ? તેની વિગતે વાત કરી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આવેલ મોબાઈલ લેબોરેટરી દ્વારા નમૂનાને કઈ રીતે ચકાસવામાં આવે છે ,તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું.
નિસર્ગ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર અનિલભાઈ પટેલે આગામી સમયમાં વિમેન ક્લબ માટે યોજાનાર કાર્યક્રમોની વિગત આપી. સમગ્ર કાર્યક્રમને પાર પાડવામાં મહિલા ક્લબના કન્વીનર મિત્તા ભટ્ટ અને દીપિકા વાઘેલા અને સાયન્સ સેન્ટરના શિવાંગ પટેલ, હાર્દિક ભટ્ટ, હાર્દિક મકવાણા વગેરે ભારે જહેમત ઉઠાવી.